Activities

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, દ્વારા સ્વતંત્રતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી 

જેમાં ધોરણ.1થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એમાં બધાજ વિદ્યાર્થીઓ ખુબજ નિષ્ઠાપૂર્વક  જોડાયા હતા વિદ્યાર્થીઓ ત્રણ રંગો નો ઉપયોગ કરી ખુબજ સરસ મજાના ડેકોરેશન કરાયા હતા.  

ભારતદેશમાં સ્વતંત્રતાદિવસ તરીકે૧૫મીઓગસ્ટના દિવસને ઉજવવામાં આવેછે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આદિવસે અંગ્રેજોની ગુલામી માંથી ભારતદેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દરવર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવેછે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવેછે. આખા દેશમાં સ્થાનિકસ્વરાજની સંસ્થાઓ (રાજ્યસરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયતો)  દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવીદિલ્હીમાં ઉજવવામાં આવેછે જેમાં ભારતના વડાપ્રધાન લાલકિલ્લાપરથી તિરંગો ફરકાવેછે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝનપર જીવંતપ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડાપ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્યસેનાનિ ઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્રતાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષાદળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

આ સ્વતંત્રતાદિવસની ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી,પૂ.રામસ્વામી,ડાયરેક્ટરશ્રીઓ  તેમજ શાળાના આચાર્યશ્રીઓ  તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.

WordPress Lightbox