History of School

સ્થાપનાકાળથી આજ સુધીના વિકાસની કેટલીક વાતો

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવની સ્થાપના પૂ. પુરાણી સ્વામી કેશવચરણ દાસજીએ ૧૯૮૩ માં વલસાડ જીલ્લાના તત્કાલીન પારડી તાલુકાના ( હાલ વાપી તાલુકો)ના ગ્રામ્ય કસબો એવા સલવાવ ગામ મધ્યેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ (હવે નં. ૪૮ ) લાગુ ૮ એકર જમીન ખરીદી શિક્ષણની ધૂણી ધખાવી.

સાવ બંજળ જમીન, ચડતી ઉતરતી ભોં, ઝાડી ઝાંખરામાં રાત્રીના શિયાળો ભોંકે, કોઈ દિવસે પણ આવતા ડરે આવા સ્થાને વિશાળ અને દેશ દુનિયાનું ધ્યાન ખેંચે એવી કીર્તિમાન સંસ્થાનું ભવ્ય સંકુલ હશે એવી તો કલ્પના પણ જોજન દુર જણાતી.

પરંતુ દ્રઢ મનોબળ અને સંકલ્પ ધરાવતા સંત માટે વેરાનને વૃંદાવનમાં પરિવર્તિત કરવું અશક્ય ક્યાં હોય છે. સમાજને શિક્ષણ આપવાનું કાર્ય તો સરકારના શિરે હતું પરંતુ સંસ્કાર યુક્ત શિક્ષણની કેડી કંડારવા માટે સંતે બીડું ઝડપ્યું, સંતનું કાર્ય ભગવત ભજન અને માળા હાથમાં રાખી સત્સંગ કર્યા રાખવા પુરતું સિમિત નથી, પરંતુ આ બધી પ્રવૃત્તિ સાથે પાયાના શિક્ષણમાં સંસ્કાર સિંચી સંસ્કાર યુક્ત પેઢીનું નિર્માણ કરી એક એવો સમાજ ઉભો કરવો જે પરિવાર ભાવના, સામજિક ચેતના અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે તત્પર હોય. આવા સંકલ્પ ધારી સંતે ઝુપડીથી શરૂઆત કરી ગુજરાતી માધ્યમના ધો. ૫ ના વર્ગની સને ૧૯૮૫ માં ગુજરાત સરકાર પાસે માન્યતા મેળવી શિક્ષણનો પાયો નાખ્યો. આજે આ સંસ્થામાં કે.જી. થી લઇ પી.જી. સુધીનું શિક્ષણ અપાઈ રહ્યું છે. અહી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ દેશ -વિદેશમાં પોતાના જ્ઞાનનો ડંકો વગાડી રહયા છે. તબીબી ક્ષેત્ર હોય કે વાણિજય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે ન્યાય ક્ષેત્ર કે પછી રાજકીય ક્ષેત્ર હોય આવા તમામ ક્ષેત્રોમાં આ સંસ્થામાંથી શિક્ષણ મેળવનાર પોતાનો ઓજસ પાથરી રહ્યા છે.

જુન ૧૯૮૬ માં ધો. ૪ તથા ધો. ૬ ના ગુજરાતી માધ્યમના વર્ગની સરકારશ્રી પાસેથી મંજુરી મેળવી તેજ રીતે જુન ૧૯૮૭ માં ધો. ૩ અને ધો. ૭ અને જુન ૧૯૯૨ સુધીમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ગુરુકુળ પરંપરા અને હોસ્ટેલ વ્યવસ્થા સાથે જીલ્લાની એક મોખરાની સંસ્થા તરીકે ઉભરી આવી.

 

 

વિશેષ સિદ્ધિ

 

વર્ષ ૨૦૦૯-૧૦

  • જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ચિત્રકામ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોક ગીત, સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. વડોદરા ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
  • દક્ષિણ ગુજરાત બાલ સંસ્કાર મહોત્સવમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમક્રમે રહી સિદ્ધિ હાંસલ કરી.

વર્ષ ૨૦૧૦-૨૦૧૧

  •  રોટરી ક્લબ ઇન્ટરનેશનલ વાપી આયોજિત ટીચર્સ ટેલન્ટ સ્પર્ધામાં ગ્રુપ ડાન્સ અને ગ્રુપ સોંગમાં અગ્રતા ક્રમે રહી સિદ્ધિ હાંસલ કરી.જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ચિત્રકામ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોક ગીત, સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિદ્ધિ હાંસલ કરી.

વર્ષ ૨૦૧૧-૨૦૧૨

  • જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં સમૂહ ગીત,વકતૃત્વ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોકવાર્ધ, ભજન,લોકગીત,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. વડોદરા ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન રોકડ ઇનામ મેળવી રાજ્યકક્ષા ગયા.
  • નવનીત ડ્રોઈંગ સ્પર્ધામાં વિજેતા થયા.અને શાળાને સર્ટીફિકેટ મળ્યું.
  • ગુજરાત રાજ્ય સમિતિમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધામાં ભાઈઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા.
  • ISO-૫, GKIQની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

વર્ષ ૨૦૧૨-૨૦૧૩

  • રાજ્યકક્ષાની અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં શ્રી ઘનશ્યામ વિધામંદિર નાં પાંચ વિધાર્થીઓએ સમવ્ય સ્કૂલ મુ.ભાભણ તા.બોટાદ,જી.ભાવનગર માં ભાગ લીધો હતો.
  • મોર્ડન હાઇસ્કુલ વાપીનાં ૨૫વર્ષ પૂર્ણ થતા યોજાયેલા વિવિધ સ્પર્ધા જેમકે ડ્રોઈંગ સ્પર્ધા,મહેંદી સ્પર્ધા ,ખો-ખો સ્પર્ધા માં વિજેતા પામી રોકડ ઇનામ અને વિધાર્થીઓને સર્ટીફિકેટ અપાયું.
  • ISO-૬,ICO-૧,GKIQ-૩૫ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.

વર્ષ ૨૦૧૩ -૨૦૧૪

  • ઈશીનીર્યું કરાટે –ચેન્નાઈ કરાટે માં બેલ્ક બેલ્ટ સર્ટિફિકેટ એનાયત કર્યું
  • રાજ્ય કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા નિબંધ સ્પર્ધા બીજા સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. સુરત ખાતે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રોકડ ઇનામ મેળવ્યુ.
  • ધોરણ:- ૩ થી ૮ માં પ્રશ્નોત્તરી સ્પર્ધા ચાર ગ્રુપમાં યોજાય.
  • સંસ્કૃતમાં પ્રથમા પરીક્ષાનું આયોજન કર્યું.
  • ISO-૭,ICO-૨,GKIQ-૩૬ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.

વર્ષ ૨૦૧૩ -૨૦૧૪

  • ઈશીનીર્યું કરાટે –ચેન્નાઈ કરાટે માં બેલ્ક બેલ્ટ સર્ટિફિકેટ એનાયત કર્યું
  • રાજ્ય કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા નિબંધ સ્પર્ધા બીજા સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. સુરત ખાતે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રોકડ ઇનામ મેળવ્યુ.
  • ધોરણ:- ૩ થી ૮ માં પ્રશ્નોત્તરી સ્પર્ધા ચાર ગ્રુપમાં યોજાય.
  • સંસ્કૃતમાં પ્રથમા પરીક્ષાનું આયોજન કર્યું.
  • ISO-૭,ICO-૨,GKIQ-૩૬ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.