House System

ધ્રુવ ગ્રુપ ( ગ્રીન ગૃપ )

શાળા દ્વારા ચલાવવામાં આવતા ગ્રુપના માધ્યમ દ્વારા બાળકોને કેટલાંક ગુણો પણ શીખવા મળે છે.

1 માતા – પિતાનો આદર કરવો

2 માતા – પિતાના વચનને સન્માન આપી નિયમો જીવનમાં ઉત્તારવા

3 ક્રોધ કરવો નહિ

4 કોઈપણ પરિસ્થિતિમાં નિરાશ ન થવું

5 ઉત્સાહને પ્રેરક પ્રસંગો વાંચવાં

6 ભગવાનની ઉપાસના નિત્યક્રમ અનુસાર દરરોજ કરવી

7 મન એકાગ્ર રાખી અભ્યાસ તરફ ધ્યાન આપવું

8 મનમાં કરેલ નિર્ણયો ધ્રુવની તપશ્ચર્યા જેમ અચળ રાખવા અને અંત સુધી મથ્યા કરવું

9 આપણા જીવનમાં પણ ધ્રુવના ગુણો સમાવી અને જીવનને ધ્રુવ તારાની સમાન પ્રકાશિત કરીએ

આ અનુસાર આપણે જીવનમાં થોડા ઘણા નિયમ લઈને પાળીએ તો આપણે ધ્રુવની સમાન જીવનને સુવાસિત બનાવી શકીશું

શ્રવણ ગૃપ (બ્લુ ગૃપ)

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને દેવ થી પણ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે આથી જ ભવ્ય સંસ્કૃતિનો આધાર સ્તમ્ભ પિતા પર રહેલો છે જે વ્યક્તિના જીવનમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ ,અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ આ ચાર સૂત્રો જે વ્યક્તિના જીવનમાં હોય તે કદાપિ પાછળ પડતો નથી.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ‘ભક્ત શ્રવણ’ કે જેમણે બાળપણથી જ માતા-પિતાની સેવા કરવાનો એક નિર્ણય લીધો જે તેમણે ખરેખર માતા-પિતાને તીર્થધામની યાત્રા કરાવી સફળ બનાવ્યો.તો આપણે પણ આપણા જીવનમાં ગમે તેટલી ઊંચાઈ પર જઈએ પરંતુ આપણા માતા-પિતાનો સહયોગ અને બલિદાનને કદાપિ ભૂલવું ન જોઈએ તેઓનો સંપૂર્ણ આદર અને માન જળવાઇ રહે એ વા પ્રયત્નો કરવા જોઈએ તો આપણે પણ ખૂબ મહેનત અને સમર્પણ કરીને  તેઓનું નામ રોશન કરવું જોઈએ  અનેક એવા મહાપુરુષો અને સંતોના માધ્યમ થકી એમ ના પ્રેરક પ્રસંગો માંથી આપણે અતિ મૂલ્યવાન એવા નિયમો શિસ્તતા વગેરેને જીવનમાં ગ્રહણ કરવા જોઈએ તો આપણી શાળામાં પણ વિવિધ ગ્રુપ બનાવવામાં આવે છે જેના થકી બાળકો સારા સંસ્કાર ,ગુણો,સુવિચાર , અને નિયમો પ્રાપ્ત કરી શકે. જેમકે,

*સૌપ્રથમ સવારે ઉઠતાની સાથે જ પ્રાર્થના ત્યારબાદ દરરોજ માતા-પિતાને પગે લાગવું.

*કોઈપણ કાર્ય શ્રવણની જેમ પૂરી મહેનત અને શ્રદ્ધાથી કરવું.

*માતા -પિતાનું બહુમાન પૂજન આદર સત્કાર કરવો.

*સારા પુસ્તકો, સુવિચારોનું વાંચન કરવું જેથી મનમાં સારા વિચારોનો પ્રાદુર્ભાવ બની રહે.

*માતા -પિતાનો સાથ કદાપિ છોડવો નહીં

*સંપૂર્ણપણે શિસ્તાનું પાલન કરવું.

તો એક સરસ સુવિચાર પણ છે. કે,  ‘માતા -પિતા પર પણ એટલો જ વિશ્વાસ રાખવો જેટલો દવા પર રાખો છો બેશક થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ.’તો શ્રવણ ની માફક આપણે ગમે તેટલા ઊંચાઈના શિખરો સર કરીએ પરંતુ માતા-પિતાનો સાથ આપણે પણ કદાપિ  છોડવો જોઈએ નહીં. તો આપણે પણ આવા ભક્ત ‘શ્રવણ ‘ના માધ્યમથી સાચા અર્થમાં ‘શ્રવણ’ શબ્દને સાકાર કરવા માટે આપણા જીવનને સુમધુર અને ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે બનાવેલા દરેક નિયમોને જીવનમાં સાંકળીશું.

એકલવ્ય ગૃપ(રેડ ગૃપ)

આ ગ્રુપ દ્વારા બાળકોમાં નીચે મુજબના ગુણો શીખવાડવામાં આવે છે.

  1. મનમાં એકાગ્રતા કેળવે.
  2. નવું શીખવા માટે સતત પ્રયત્નો કરતો રહે.
  3. દ્રઢ નિશ્ચયી હોય.
  4. ગુરુ પ્રત્યે માન સન્માનની ભાવના કેળવે.
  5. માતા – પિતા તેમજ અન્ય સજ્જનો પ્રત્યે આદર કેળવે.
  6. ગુરુના વચનોનું આદર કરી તેમનું પાલન કરે.
  7. પોતાના માં વિશિષ્ટ કૌશલ્યો કેળવી સમાજમાં મદદરૂપ બને.
  8. પોતાનામાં સમર્પણ કરવાની ભાવના કેળવે.
  9. મનમાં કરેલા નિર્ણયો સિદ્ધ કરવા અથાક પરિશ્રમ કરે.
  10. ગુરુ તેમજ માતા પિતાના વચનોનું પાલન કરી પોતાના જીવનને સફળ બનાવવાના પ્રયત્નો કરે.

 

આમ, એકલવ્યમાં રહેલા ગુણો પોતાનામાં વિકસાવી એકલવ્ય ની જેમ શ્રેષ્ઠ શિષ્ય , શ્રેષ્ઠ પુત્ર અને શ્રેષ્ઠ નાગરિક બનીએ.