શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, દ્વારા બળેવની (રક્ષાબંધન) ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ધો. 1થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિધાર્થીઓએ રાખી સજાવી હતી ,વેસ્ટમાંથી બેસ્ટ રાખી બનાવી હતી
રક્ષાબંધન એટલે પ્રેમ અને રક્ષણથી ભરપૂર બંધન ભાઇના જીવનવિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે.મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે,અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે.રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે.આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી.એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ,ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
આ ગુરુપૂર્ણિમાની ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજ શાળાના ડાયરેક્ટર શ્રીઓ આચાર્ય શ્રીઓ તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.