Activities

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા વર્ચ્યુઅલ જન્માષ્ટમીની ઉજવણી

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, દ્વારા જન્માષ્ટમીની  ઉજવણી કરવામાં આવી હતી 

જેમાં  ધોરણ.1થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને ભક્તિભાથી ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી હતી પોતાના ઘર નો ખૂણો શણગાર્યો હતો રથ બનાવ્યા હતા .

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

 આ જન્માષ્ટમીની  ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી,રામસ્વામી ,ડાયરેક્ટર શ્રીઓ ,શાળાના આચાર્ય શ્રીઓ  તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.

 

WordPress Lightbox