Activities

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવ દ્વારા વિશ્વ રક્તદાન દિનની ઉજવણી

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ૧૪મી જૂન  “વિશ્વ રક્તદાન દિવસ “ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે online પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા 

ધોરણ-૩થી ૮ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવી બનાવ્યા હતા. 

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ રક્તદાન દિનની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવેલ છે. ABO blood group systemના શોધક, કે જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, આ દિવસે રક્તદાન માટે સમાજમાં જાગૃતિ ફેલાય અેવા ઉમદા આશયથી પોસ્ટર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓઅે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો .સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા બહેન શ્રીમતી તૃપ્તિબેન રોહિતે કર્યુ હતું. 

વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.તેમણે આ પ્રસંગે સોશિયલ મીડિયા માધ્યમથી વિદ્યાર્થીઓને રકતદાન દિવસનુ મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે ,સૌથી દુર્લભ રક્ત સમુહ(Blood Group) બોમ્બે બ્લડ ગ્રુપ છે. કે જેને hhબ્લડ ગ્રુપના નામથી પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ 1952 માં બોમ્બેમાં આની શોધ થઇ હતી તેથી તેને બોમ્બે બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ ધરાવનારની સંખ્યા 10,000 માં 1 ની હોય છે.

આ વિશ્વ રકતદાન દિવસનીદિવસ ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજડિરેક્ટરશ્રીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા.